હોંશભેર પરણ્યા તો ખરા પરંતુ બે અઠવાડિયા બાદ દુલ્હન વિશે થયો ચોંકાવનારો ખુલાસો
યુગાન્ડાની આ ઘટના તમને ચોંકાવી દેશે. એક ઈમામને લગ્નના બે અઠવાડિયા બાદ એવો ઝટકો લાગ્યો કે તમ્મર આવી ગયાં.
Trending Photos
યુગાન્ડાની આ ઘટના તમને ચોંકાવી દેશે. એક ઈમામને લગ્નના બે અઠવાડિયા બાદ એવો ઝટકો લાગ્યો કે તમ્મર આવી ગયાં. ઈમામને બે અઠવાડિયા પછી ખબર પડી કે તેના લગ્ન જેની સાથે થયા હતાં તે યુવતી નહતી પરંતુ વાસ્તવમાં એક પુરુષ હતો. મોહમ્મદ મુટુંબાએ યુવતી બની બેઠેલા યુવક સાથે બે અઠવાડિયા પહેલા પરંપરાગત રીતે નિકાહ સેરેમનીમાં એક મેરેજ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. તે સમયે આ યુવક યુવતીના વેશમાં હતો.
Daily Nationના એક રિપોર્ટ મુજબ લગ્ન બાદ ઈમામની પત્નીએ તેના પતિને કહ્યું કે તેને માસિક ચાલે છે અને લગ્નના બે અઠવાડિયા સુધી સંબંધ બંધાયા નહીં. ઈમામ મોહમ્મદ મુટુંબાએ જણાવ્યું કે તેની પત્નીની અસલિયત તેને ત્યારે ખબર પડી જ્યારે તેના પાડોશીએ તેને આ અંગે જાણ કરી. મોહમ્મદ મુટુંબાના જણાવ્યાં મુજબ તેમના પાડોશીએ જણાવ્યું કે તેમની પત્ની દીવાલ કૂદીને તેમના ઘરમાં ઘૂસી અને તેના ઘરમાંથી ટીવી, કપડાં અને અન્ય કિંમતી સામાનની ચોરી કરી હતી. પાડોશીએ ઈમામને એ પણ જણાવ્યું કે તેની પત્ની વાસ્તવિકતામાં એક પુરુષ છે.
આ મામલે તેના પાડોશીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. પોલીસ સ્ટેશનમાં જ્યારે ઈમામ તેની પત્ની સાથે પહોંચ્યો તો તેની પત્નીએ તે સમયે ઈસ્લામિક કપડાં અને પગમાં મહિલાઓના જૂતા પહેર્યા હતાં. એક મહિલા ઓફિસરે ઈમામની પત્નીની તલાશી લીધી. ત્યારબાદ ખુલાસો થઈ ગયો કે ઈમામની પત્ની મહિલા નથી પરંતુ પુરુષ છે. ત્યારબાદ પોલીસે યુવતી બની બેઠેલા યુવકની કડક પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તેણે પૈસા માટે ઈમામને દગો કર્યો હતો.
જુઓ LIVE TV
ઈમામે જણાવ્યું કે તેઓ લગ્ન કરવા માંગતા હતાં અને તેમની આ યુવક સાથે મુલાકાત એક મસ્જિદમાં થઈ હતી. તે વખતે તેણ યુવતીના વેશમાં હિજાબ પહેરીને તેને મળ્યો હતો. ઈમામે જ્યારે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો તો તે રાજી થઈ ગઈ હતી. ઈમામે એમ પણ જણાવ્યું કે લગ્ન બાદ તેમની પત્નીએ પૈસાની પણ માગણી કરી હતી. હાલ પોલીસે આ દગાબાજ દુલ્હન બનીને આવેલા યુવકની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ નાખી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે